2-2 સિસ્ટમ થઇ સક્રિય, સાવધાન, આ 10 જિલ્લાને અપાયું રેડ એલર્ટ, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એક સાથે કર્યો ધડાકો…

હાલ દક્ષિણ ગુજરાત પર ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સસુન ટ્રફના કારણે વરસાદી માહોલ છવાયો છે. ચીન, થાઈલેન્ડ, વિયેતનામ પર ત્રાટકેલા યાગી વાવાઝોડાની અસર છેક ગુજરાત સુધી જોવા મળ છે. ત્યારે હાલ ગુજરાતના ઉત્તર પૂર્વી જિલ્લાઓમાં આગામી 5 દિવસ વરસાદ રહેશે. આ ઉપરાંત ભારતીય પંચાંગ મુજબ આજથી ઉત્તરા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે, તેથી આજથી વરસાદી માહોલ બરાબરનો જામશે.

યાગી વાવાઝોડા અનેક દેશમાં કહેર વર્તાવ્યો છે. ચીન, થાઈલેન્ડ, વિયેતનામમાં સ્થિતિ ખરાબ બની છે. થાઈલેન્ડમાં યાગી વાવાઝોડાએ 33 લોકોનો ભોગ લીધો. થાઈલેન્ડના શહેરોમાં કમર સુધીના પાણી ભરાયા છે. તો વિયેતનામમાં યાગી વાવાઝોડાના કારણે 200 લોકોનો મૃત્યુઆંક સામે આવ્યો છે. યાગી વાવાઝોડાના કારણે આવેલા વરસાદ અને પૂર બાદ તારાજી સર્જી છે. પૂરના કારણે અનેક વિસ્તારોમાં જળમગ્ન થયા છે. ચીનના ગુઆંગ્શીમાં ભારે વરસાદથી પૂર આવ્યું છે. ચીનમાં યાગી વાવાઝોડાએ મચાવેલી તારાજીના ડ્રોન દ્રશ્યો ભયાવહ છે.

ગત રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો. 24 કલાકમાં રાજ્યના કુલ 80 તાલુકામાં વરસાદ આવ્યો. માત્ર 21 તાલુકામાં જ એક ઈંચથી વધારે વરસાદ પડ્યો. સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો. નર્મદાના સાગબારામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો. દાહોદના સિંગવાડમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો. વલસાડના વાપી, નર્મદાના ડેડિયાપાડામાં પોણા 2 ઈંચ નોંધાયો. નસવાડી, દેવગઢબારિયા, લીમખેડામાં દોઢ ઈંચ વરસાદ આવ્યો. કામરેજ, વાલોળ, ડોલવણમાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો.

અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદના યોગ સર્જાયા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 9 ને 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસગારમાં આવશે. જેનાથી ડીપ ડિપ્રેશન બનશે. જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર મોટી અસર થશે, તેની અસરથી 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે

27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *